Mobirise

પ્રવૃત્તિઓ

.

N.C.C

  • શ્રી પી.એન.આર. શાહ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ પાલીતાણા માં ૨૦૧૧-૧૨ ના વર્ષમાં  N.C.C. યુનિટની સ્થાપના થઇ જેના પ્રથમ કેર ટેકર શ્રી.જાગૃતિબેન મહેતા હતા. પ્રથમ બેચમાં ૩૨ કેડેટ હતી. વર્ષ દરમિયાન એન.સી.સી. ની વિવિધ પ્રવૃત્તિઓ અને કેમ્પમાં એન.સી.સી. ની કેડેટ્સની સંખ્યા ૫૫ થઇ છે.
  •  એન.સી.સી. ની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે  N.C.C. Day ઉજવવો, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પર્વતારોહણ, ફ્રુટ વિતરણ, પાણી બચાવો, બ્લેન્કેટ વિતરણ, વૃદ્ધોની અને નિરાધારોની સેવા વગેરે સમાંજયોગી કર્મો એન.સી.સી.ની દીકરીઓ કરે છે.
  •  વર્ષ દરમિયાન R.D.C, T.S.C આર્મી એટેચમેન્ટ કેમ્પ, પેરા જમ્પિંગ વગેરે કરવું બહેનો માટે (કેડેટ્સ માટે) ફરજીયાત હોય છે.
  •  કેડેટ્સમાં કું.રાઠોડ પાયલ અને કું.ક્રિષ્ના ગરણીયા T.S.C કેમ્પમાં દિલ્હી રીટર્ન છે. કું પાયલ રાઠોડ ‘C’ સર્ટીફીકેટ A-Grade માં મેળવી ચુકી છે. જયારે કું. ક્રિષ્ના ગરણીયા R.D.C કેમ્પમાં શ્રી. આનંદીબેન પટેલની પાયલોટીંગ દિલ્હી ખાતે કરી આવી છે. 
  •  પર્વતારોહણ માટે ઉત્તરાખંડમાં ૨૦૧૬ થયેલ કેમ્પમાં કું. ક્રિષ્ના ગરણીયા બે ગોલ્ડ મેડલ જીતી આવી છે. કું.ચુડાસમા પાયલ, કું.જોષી હેમાલી, કું. પૂજા ગૌસ્વામી પણ ઉત્તરાખંડ ગયા હતા.
  • આર્મી એટેચમેન્ટ કેમ્પમાં કું.દિવ્યા મકવાણા (ગોલ્ડ મેડલ) કું.સોનલ નાથાણી (સિલ્વર મેડલ) મેળવી ચુકી છે.
  • હાલમાં N.C.C ની વિવિધ પ્રવૃત્તિઓ – કેમ્પ સતત ચાલું છે. અને કેડેટ્સ એમાં વ્યસ્ત છે. 

N.S.S

  •  શ્રીમતિ. પી.એન.આર.શાહ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ પાલીતાણા ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના ત્રણ યુનિટ કાર્યરત છે. જેમાં નિયમિત NSSની પ્રવૃત્તિઓ કરતી વિદ્યાર્થીનીઓની સંખ્યા ૩૦૦ છે. સમગ્ર વર્ષ દરમિયાન MHRD દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેવા કે, સ્વચ્છતા અભિયાન, લોકજાગૃતિ, મતદાન જાગૃતિ અભિયાન, થેલેસેમિયા ટેસ્ટ તથા વન-ડે કેમ્પ વિગેરે. આ ઉપરાંત વર્ષાંતે એક સાત દિવસની શિબિર પાલીતાણા થી ૧૦ કિ.મી અંતરે આવેલ નાનકડા એવા ગામમાં કરવામાં આવે છે. જેમાં ૧૫૦ જેટલી શીબીરાર્થી બહેનો હોય છે. અને સમગ્ર કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારની જનજાગૃતિ અને બૌદ્ધિક સભાઓ કરવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાના સંવાહક તરીકે પ્રા.ડો.જી.આર.ભાદરકા, પ્રા.ડો.હરેશ મહેતા તથા પ્રા.શ્રી લીનાબેન પંડ્યા સુચારુ કામગીરી સંભાળે છે.